સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, કેમ સતત વધી રહ્યાં છે ભાવ? જાણો તેની પાછળનું મુખ્ય કારણ

સોનાના ભાવ હાલ આકાશને આંબી રહ્યાં છે. પરંતુ તમે જો સોનાના ભાવ પર નજર રાખતા હશો તો તમને લાગતું હશે કે સોનાના ભાવ સતત વધી રહ્યાં છે. પરંતુ આજે તો સોનાના ભાવે છેલ્લા તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 

સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, કેમ સતત વધી રહ્યાં છે ભાવ? જાણો તેની પાછળનું મુખ્ય કારણ

નવી દિલ્હી: સોનાના ભાવ હાલ આકાશને આંબી રહ્યાં છે. પરંતુ તમે જો સોનાના ભાવ પર નજર રાખતા હશો તો તમને લાગતું હશે કે સોનાના ભાવ સતત વધી રહ્યાં છે. પરંતુ આજે તો સોનાના ભાવે છેલ્લા તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 

10 ગ્રામ સોનાની કિંમત  54,560 રૂપિયા
Multi Commodity Exchange પર ડિલિવરીવાળા સોનાનો ભાવ(Gold Price Today) 550 રૂપિયાની તેજી સાથે 54,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યો છે. MCX પર ચાંદીના ભાવમાં (Silver Price Today) પણ જબરદસ્ત તેજી જોવા મળી. ચાંદી 6 ટકા તેજી સાથે 69,999 રૂપિયા પ્રતિ કિલો પર કારોબાર કરી રહી છે. 

જાણકારોનું કહેવું છે કે વિદેશી બજારમાં પહેલીવાર સોનાના ભાવ 2000 ડોલર પ્રતિ ઔંસ પાર કરી ચૂક્યો છે. વિદેશી બજારમાં લગભગ 30 ડોલરનો ઉછાળો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં પણ ચમક જોવા મળી રહી છે. અહીં કિંમત 7 ટકા વધી છે. 

જુઓ LIVE TV

આ મામલે જાણકારોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર અમેરિકી ડોલર નબળો પડવાના કરાણે સોના અને ચાંદીના ભાવમાં વધારો એક મોટું કારણ છે. આ ઉપરાંત બજારના ઉતાર ચઢાવ વચ્ચે સોના ચાંદીને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news